હવે શું બાકી રહ્યું છે, હવે શું બાકી રહ્યું છે
પથરાયેલી જીવનની પાંખડીમાંથી, ઊગી નીકળ્યાં જ્યાં કાંટા
જીવનમાં, દુઃખમાં તો, હવે શું બાકી રહ્યું છે (2)
ભૂખને ભૂખની પુકાર સતાવી રહી પેટમાં, અન્નનો કણ, મૂકી ના શક્યા મુખમાં
આંખ સામે નાંચી રહ્યાં અન્નના સપના, ભૂખની અગ્નિમાં હવે શું બાકી રહ્યું છે
આગમનના પગના અવાજથી પણ, ફેરવી લીધા જગે તો જ્યાં મુખડાં
જીવનમાં, દુર્ભાગ્યમાં, હવે તો શું બાકી રહ્યું છે (2)
સમયને સમયના હવનમાં, હોમાતી ગઈ જીવનની બધી આશા
જીવનમાં, આશામાં, હવે શું બાકી રહ્યું છે (2)
જીવનમાં સહન ના થઈ જ્યાં દર્દની માત્રા, ઊઠી પુકાર પ્રભુને સહાય કરવા
જીવનમાં, દર્દમાં, હવે શું બાકી રહ્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)