પ્રભુના નામને, લાગવા દેજે ના તું બટ્ટો, માંગી માંગી, શરમમાં એને ના તું નાંખી દેતો
માંગવા પહેલાં પ્રભુની પાસે, હકીકતને, હકીકતોને જીવનમાં તારી, તું ભૂલી ના જાતો
માંગીને લીધું છે જીવન જગમાં, કર્મોએ તારા, જીવનમાં ના આ તો તું વીસરી જાતો
ઇચ્છાઓના આક્રોશમાંના તે જીવનમાં કર્મોના પરિતાપમાં, ના કરવાનું જોજે તું ના કરી બેસતો
લોભ લાલચના વમળમાં જ્યાં ખેંચાઈ જાશે, મૂડી પ્રેમની ખૂટી જાશે, એવું તો ના તું કરતો
માંગવામાં તો, થાકી જાશે રે તું, માંગવાનો જીવનમાં તો, કઈ અંત નથી આવતો
લઈ લઈને રાખજે એને ચળકતુંને ચળકતું, કુકર્મોનો કાટ, એને લાગવા ના દેતો
છે શક્તિ એમાં એવી, ભવોભવનો નકશો રે તારો, એમાંથી બદલવું ના તું ચૂક્તો
છે જીવન તેજ તો જગતનું, જીવનમાં પૂર્ણપણે ઝીલવું એને ના ચૂકી જાતો
છે અંતઃસ્થળમાં તો વાસ એનો, પૂર્ણપણે ત્યાંથી પ્રગટવા દેજે એને, ના એ ચૂક્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)