Hymn No. 6364 | Date: 27-Aug-1996
|
|
Text Size |
 |
 |
1996-08-27
1996-08-27
1996-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12353
માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું
માડી, તને એવું તે શું સૂઝ્યું, યોગ્યતાનું કારણ તને મારામાં એવું કયું જડયું કે, માડી તને, મારી કસોટી લેવાનું તો મન થયું દર્દે દર્દે જીવન તો નરમ બન્યું, જીવન મારું તારા દિલમાં એવું વસી ગયું દિન રાત તારા સ્નેહના તો સંભારણા શોધું, હૈયું તો છે તારા પ્રેમમાં તલસાટ ભર્યું જીવન મારું દર્દભરી કહાનીનું પાત્ર બન્યું, શું એ કહાનીએ હૈયું તારું હચમચાવી દીધું નથી જીવનમાં વિશ્વાસનું બિંદુ ભર્યું, જીવન તો દુઃખ દર્દની અંતકડી રમતું રહ્યું માડી તારી મારી વચ્ચેનું અંતર વધ્યું, કસોટીનું કેંદ્ર એથી તેં શું એને કર્યું જીવન મને તો મારું વહાલું હતું, તારા હૈયાંમાં એથી શું એ તો ખૂંચી ગયું કસોટીમાં જીવન તો ખેદાનમેદાન થાતું ગયું, પેટનું પાણી તારું એમાં કેમ ના હલ્યું આવશે અંજામ શું મારો, ના મેં તો એ વિચાર્યું, કસોટીની એરણે તેથી એને ચડાવ્યું નથી તાકાત મારી કાંઈ તારા જેવી, કસોટી કરવામાં તારાથી શું એ તો ભુલાઈ ગયું અરજ કરવા જેટલી હિંમત નથી મારી પાસે, દેવું હોય તે દેજે, કહેવું છે બસ આટલું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi, taane evu te shu sujyum, yogyatanum karana taane maramam evu kayum jadayum
ke, maadi tane, maari kasoti levanum to mann thayum
darde darde jivan to narama banyum, jivan maaru taara dil maa evu vasi gayu
din raat taara snehana to sambharana shodhum, haiyu to che taara prem maa talasata bharyu
jivan maaru dardabhari kahaninum patra banyum, shu e kahanie haiyu taaru hachamachavi didhu
nathi jivanamam vishvasanum bindu bharyum, jivan to dukh dardani antakadi ramatum rahyu
maadi taari maari vachchenum antar vadhyum, kasotinum kendra ethi te shu ene karyum
jivan mane to maaru vahalum hatum, taara haiyammam ethi shu e to khunchi gayu
kasotimam jivan to khedanamedana thaatu gayum, petanum pani taaru ema kem na halyum
aavashe anjama shu maro, na me to e vicharyum, kasotini erane tethi ene chadavyum
nathi takata maari kai taara jevi, kasoti karva maa tarathi shu e to bhulai gayu
araja karva jetali himmata nathi maari pase, devu hoy te deje, kahevu che basa atalum
|