Hymn No. 6365 | Date: 28-Aug-1996
|
|
Text Size |
 |
 |
ગરજવાન જીવનમાં ગોથાં ખાય, મક્કમતા જીવનમાં તો એ મેળવી જાય સ્થિરતાના તો કરવા કેટલાં વખાણ, અસ્થિર જીવનમાં તો ગુમાવતા જાય ડહાપણને આવકારે તો સહુ સદાય, દોઢડહાપણ તોફાન જગાવી જાય ઇશારામાં જે સમજી જાય, શાણો એ કહેવાય, શાણાથી પણ ના સમજે, કેવાં કહેવાય વાંચ્યા થોથા ઘણાં, સમજમાં આવ્યું ના જરાય, રહી જાશે એવાંને એવાં એ ત્યાંય જીવનમાં દર્દ જ્યાં ના પરખાય, જીવનનું દર્દ તો, ક્યાંથી એ દૂર થાય ગાંઠે બાંધી મૂડી, જીવનમાં જ્યાં એ ચોરાય જાય, જીવનમાં કેમ કરીને એ પોસાય ખારા જળનું માછલું, પ્રેમથી એમાં તો એ નહાય, મીઠા જળમાં તો એ ગૂંગળાઈ જાય કપડું ગયું હોય જો ફાટી, દોરો લઈ સંધાય, દુઃખના આભ હોય ફાટયા, કેમે એ સંધાય પ્રેમથી નમે સંસાર તો સદાય, પ્રેમ તો જીવનમાં પ્રભુને પણ નમાવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|