Hymn No. 6372 | Date: 08-Sep-1996
|
|
Text Size |
 |
 |
જોયો છે પ્યાર પ્રભુ, જોયો છે પ્યાર, તારી આંખોમાં મેં તો આજ
Joyo Che Pyar Prabhu, Joyo Che Pyar, Tari Aankhoma Main To Aaj
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
જોયો છે પ્યાર પ્રભુ, જોયો છે પ્યાર, તારી આંખોમાં મેં તો આજ બેકરાર એવા મારા દિલને, મળી ગયો છે આજ તો કરાર છૂપું છૂપું કરતી તારી એ આંખો, છુપાવી ના શકી એ તો પ્યાર કર્યા કંઈક એકરાર જીવનમાં મેં તો, લાવી ના શકી તારી આંખોમાં મસ્તી લગાર હતું ના કોઈ તારી સાથે વેર કે તકરાર, આંખના મૌનમાં હતો ના ફેરફાર ઉમંગભર્યું હૈયું ચડયું છે ભાવના હિલોળે, વહેવા દેજે એમાં, ભાવભર્યો પ્યાર કરી હૈયાંની બધી શંકાઓ, દૂર રાખજે મારા હૈયાંને, તારા હૈયાંમાં તો સદાય કરતા ના ઊભી કોઈ ખટપટ બીજી એમાં, સાંભળીને મારી આ આર્ત પુકાર દર્દભર્યા આ દિલને, સોંપી દીધું છે તને, સ્વીકારી લેજે આ દિલને, બનીને દિલદાર કરે છે રક્ષણ જગમાં તો તું સહુનું, કરજે રક્ષણ મારા જીવનનું, બનીને રક્ષણહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|