સંતોષ વિના ઓડકાર આવે નહિ, એના વિનાના ઓડકાર છે રોગની નિશાની
પ્રેમ વિનાના આવકાર શોભે નહીં, એના વિનાના આવકારમાં મીઠાશ નહિ
મહેનત વિના તો ભોજન મળે નહિ, ભૂખ વિના પકવાન પણ મીઠા લાગે નહિ
સુંદરતા સહુ કોઈ ચાહે જીવનમાં, સાચી સુંદરતા તો જલદી સમજે નહિ
પલકવારમાં ગુસ્સો, પલકવારમાં રાજી, જીવનમાં ઝાઝું એ બંને ટકે નહિ
નુકસાન વિનાનું ગણિત શીખવા સહું ચાહે, પારંગત એમાં કોઈ બને નહિ
અણીના ચૂક્યા સો વર્ષ જીવે, લાંબા આયુષ્યનો, એ કાંઈ નુસ્કો નહિ
વીરતા જીવનમાં તો છોગું પહેરાવે, હરેક છોગાળા કાંઈ વીર હોય નહિ
સુખદુઃખમાં લાગે દિવસ લાંબા કે ટૂંકા, ચોવીસ કલાક વિનાનો હોય નહિ
સુખનું ઓસડ છે દુઃખ ભૂલવામાં, કરી કરી યાદ, દુઃખી થયા વિના રહેશે નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)