Hymn No. 6375 | Date: 11-Sep-1996
|
|
Text Size |
 |
 |
1996-09-11
1996-09-11
1996-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12364
એક વાત તેં તો એવી કરી, ખળભળાટ હૈયાંમાં ગયો એમાં તો મચી
એક વાત તેં તો એવી કરી, ખળભળાટ હૈયાંમાં ગયો એમાં તો મચી હરેક વાત કરી તેં તો વિચારી વિચારી, શાને આ વાત હૈયાંમાં ના છુપાવી હતું ના કોઈ વેર એવું, કહી આ વાત, ધમાચકડી હૈયાંમાં તેં તો મચાવી સાચાખોટાના પુરાવા શોધું ક્યાંથી, છે જ્યાં એનો તું એકલો એક સાક્ષી હર્યા ભર્યા હૈયાંના હાસ્યમાં જાણે, સોનાની થાળીમાં લોઢાની મેખ તેં મારી હતો શું ઉદ્દેશ એમાં તો તારો, મારા મૂંઝાયેલા મનને સમજ આ ના પડી હર્યા ભર્યા જીવનના સુખના ખેતરમાં, શાને દર્દની ખીલી તો ઠોકી મંદ મંદ વહેતા જીવનના શીતળ પવનની શીતળતા શાને હરી લીધી સમય જોઈ સ્વાર્થ સાધી શાને આવી, અણધારી સોગઠી તેં મારી દીધી આવી ગઈ હતી એવી તો કઈ આફત, આ છુપાવવાની કોશિશ ના કરી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vaat te to evi kari, khalabhalata haiyammam gayo ema to machi
hareka vaat kari te to vichaari vichari, shaane a vaat haiyammam na chhupavi
hatu na koi ver evum, kahi a vata, dhamachakadi haiyammam te to machavi
sachakhotana purava shodhum kyanthi, che jya eno tu ekalo ek sakshi
harya bharya haiyanna hasyamam jane, sonani thalimam lodhani mekh te maari
hato shu uddesha ema to taro, maara munjayela mann ne samaja a na padi
harya bharya jivanana sukh na khetaramam, shaane dardani khili to thoki
maanda manda vaheta jivanana shital pavanani shitalata shaane hari lidhi
samay joi swarth sadhi shaane avi, anadhari sogathi te maari didhi
aavi gai hati evi to kai aphata, a chhupavavani koshish na kari
|
|