કોણે જગમાં નીરખ્યાં, રઘુવીરના નયનોમાંથી વહેતા નીર
પીડાઓથી રહ્યું છે પીડાતું તો જગ, ગુમાવી સહુએ એમાં ધીર
હૈયેથી પુકાર્યા જગમાં એને જ્યાં, દોડયા તત્કાળ ત્યાં શ્રી રઘુવીર
મુક્ત હાસ્ય ભલે ના એણે વેર્યું, રહ્યાં સદા એ તો ધીર ગંભીર
પકડવો હાથ જગમાં એણે જેનો, રહ્યાં સદા સાથમાં એવા, એ વીર
ઉતાર્યો ભાર પૃથ્વી તણો, મારીને જગમાં તો રાવણ જેવા મીર
સદવર્તનને સદાચાર વહાવ્યો જગમાં પ્રવાહ, ચીર્યા દૂષ્કર્મોના ચીર
બનાવ્યા કંઈકને સોના જેવા, હતા ભલે એ તો પૂર્ણ કથીર
વિચલિત ના થયા જગમાં કદી, બજાવી ફરજ રહીને એમાં સ્થીર
દાનવ માનવ સહુ ચાહે એને, હતા એવા એ તો રઘુવીર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)