Hymn No. 6397 | Date: 29-Sep-1996
|
|
Text Size |
 |
 |
વહે છે કુદરતમાં કુદરતના સંદેશાઓ, ઝિલાય તો સંદેશાઓ બોલે છે દુઝતા ઘા પણ બોલે છે, રૂઝતા ઘા પણ બોલે છે, મૌનમાં પણ મનડું બોલે છે જીભની તો સહાય વિના, જીવનમાં તો આંખ તો, ઘણું ઘણું બોલે છે વાણી ભલે મધઝરતી ઝરે, હૈયું જ્યાં મધભર્યું રહે, વાણી મધની મીઠી બોલે છે કલાકારના વર્તન ને કલાકારના નર્તન, જીવનમાં તો ઘણું ઘણું બોલે છે મુખ પરના ભાવો, ગમા અણગમાના પ્રદર્શન સદા જીવનમાં એ તો બોલે છે જીવનમાં કોઈ અજ્ઞાત ભય તો, હૈયાંના ફફડાટ રૂપે જીવનમાં એ તો બોલે છે હલતા એ પાંદડા, નર્તન કરતા એ ઝાડ, એમાં અસ્તિત્વ હવાનું તો બોલે છે જોતાં હોઈએ રાહ જ્યારે, પડે ટકોરા સમયના, નજરમાંથી ત્યારે ફરિયાદ બોલે છે અન્ય શું બોલે છે, સાંભળવામાં, ચૂકી જવાય છે જીવનમાં તો, હૈયું શું બોલે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|