અનેક વાદળીઓથી ઘેરાયું છે આકાશ, કોણ જાણે, કઈ વાદળી હટતાં મળશે સૂર્યપ્રકાશ
નાની નાની વાદળીઓએ થઈ ભેગી, આજે અવરોધ્યો તો પ્રખર સૂર્યપ્રકાશ
વહેશે કઈ અણધારી દિશામાંથી વાશે વાયરો, હટશે એમાંથી કઈ વાદળી, મળશે સૂર્યપ્રકાશ
અનેક વાદળીઓ થાતા ભેગી, એના ઘેરા રંગે રંગાય જાય, ત્યાં તો આકાશ
એકરૂપ હતાં એ જ્યાં, અવરોધ્યો પ્રકાશ, આવી ઢીલાશ જ્યાં, પથરાયો ત્યાં સૂર્યપ્રકાશ
પડયા મતભેદ વાદળીઓમાં, વિખરાયા જુદી જુદી દિશામાં અવરોધી ના શક્યા સૂર્યપ્રકાશ
એકએક અંગ ચિરાતા વાયરાના ઘા થી, તૂટયા વાદળાઓ, પ્રગટયો ત્યાં સૂર્યપ્રકાશ
કંઈક વાદળીઓનું થયું હૈયું ભીનું, વરસી બની હળવી વિખરાઈ, પથરાયો ત્યાં સૂર્યપ્રકાશ
કંઈક વાદળીઓ રમત રમી, કદી ઢાંક્યો સૂર્યપ્રકાશ, કદી હટી કર્યો ખુલ્લો સૂર્યપ્રકાશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)