Hymn No. 4624 | Date: 08-Apr-1993
|
|
Text Size |
 |
 |
છીએ અમે રે જીવનમાં, અનોખી પોઠના તો વણઝારા, વણઝારા વણઝારા લઈ લઈ રહ્યા છીએ અમે ફરતા રે જગમાં, ભરી પોતે અનોખા ભારની, મળતાં નથી એના ખરીદનારા રહ્યાં છીએ અમે ભાર ભરી ફરતા રે જગમાં, મળતાં નથી રે જગમાં, એના સાચા મૂલવનારા ભરી છે પોઠ વિચિત્ર ભાવો ને વિચારોની રે, મળતાં નથી રે જગમાં, એના સાચા સાંભળનારા ભરી છે પોઠ દુઃખના ભારથી રે એવી રે, મળતાં નથી રે જગમાં, એને હળવી કરનારા ભરી છે પોઠ ચિંતાની જીવનમાં રે એવી રે, મળતાં નથી રે જગમાં, એને ખાલી કરાવનારા પાપની પોઠ ભરી છે એવી ભારી રે જીવનમાં, મળતાં નથી રે જીવનમાં, એને તો બાળનારા ભરી છે પોઠ અહં ને અભિમાનની એવી રે જીવનમાં, મળતાં નથી રે જીવનમાં, એને હળવો કરાવનારા ભરી છે પોઠ હૈયાંના આંસુનાં ભારથી એવી રે, મળતા નથી રે જીવનમાં, વહાવી એને ખાલી કરાવનારા ભારને ભાર ભરી રહ્યાં છીએ અમે ફરતા રે જીવનમાં, મળતાં નથી રે, એના સાચા જાણનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|