ચાહવું ને કરવું, જીવનમાં અંતર એના વચ્ચે ના રહેવા દેવું
જે જગમાં તો રહેવાનું છે, અનુરૂપ એને બનીને તો રહેવું
વિચારને આચારમાં, જીવનમાં અંતર તો ના પડવા દેવું
જિતવું તો છે અંતર જેનું, એના અંતર વચ્ચે અંતર ના રહેવા દેવું
કુણા અંતરમાં જાશે બધું ભળી, અંતરને કુણુંને કુણું રહેવા દેવું
અંતર વિનાનો નથી કોઈ માનવી સ્પર્શે અંતરને, જીવન એવું જીવવું
ખાલી વિચારોમાં પ્રવેશે વિચારો ખોટા, નિત્ય સારા વિચારોથી એને ભરવું
રાખશો ના જો અંતરને કાબૂમાં, મુશ્કેલ બની જાશે તો ત્યાં જીવવું
અંતરને બનાવજે તારા અંતરનો ચોકીદાર, અંતરને ખોટું નાચવા ના દેવું
આવ્યું તારું અંતર જ્યાં તારા કાબૂમાં, નિત્ય અંતરને પ્રભુમાં જોડવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)