કાળા કૃત્યો જીવનમાં તો તારા, જીવન કાળુ એ તો કરશેને કરશે
થાતો ના પસાર અન્યની કાળી છાયામાંથી, જીવન પર છાયા કાળી એની પડશે
ચંદ્ર જેવો શીતળ સુંદર, પડતા છાયા એના ઉપર, કાળાશથી તો એ ઢંકાશે
કૃત્યોની કાળાશ અને છાયાની કાળાશ, જીવનમાં એ તો જુદી જુદી હશે
કાળા ઘનઘોર વાદળ પણ જગમાં, તેજસ્વી સૂર્યકિરણોને પણ ઢાંકી દેશે
હરેક ચીજના પડછાયા તો એના પડશે, તેજસ્વી કિરણોના પડછાયા ના હશે
કાળપ જીવનમાંથી તો ભલે જાશે, પણ યાદ એની જરૂર એ તો છોડી જાશે
કાળપ સાથે રહીશ કરતો દોસ્તી, કાળપ વિના બીજું તો શું મળશે
રાખજે દૂર તું જીવનને કાળપને કાળા કૃત્યોથી, જીવનને ફાયદો એ તો કરશે
સુખેદુઃખે તો જીવન વીતશે, જીવનમાંથી કાળાશ દૂર કરતા તો દમ નીકળશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)