લાચારીને લાચારીના પ્રદર્શન જીવનમાં કરતા રહ્યાં, પ્રદર્શન થાતા રહ્યાં
કોઈને કોઈ, ક્યાંયને ક્યાંય, ક્યારેને ક્યારે લાચાર જીવનમાં બની જાય છે
જીવનમાં ભલે અનેક આગળ સિંહ બન્યા, ક્યાંક એ સસલાં બની જાય છે
સંજોગોએ નચાવ્યા જગમાં સહુને, સંજોગો આગળ તો સહુ લાચાર બની જાય છે
આદતોએ બનાવ્યા લાચાર કંઈકને, આદત આગળ લાચાર સહુ બની જાય છે
જીવનમાં નબળાઈઓ અને નબળાઈઓ આગળ લાચાર સહુ બની જાય છે
પ્રેમ આગળ જગમાં સહુ કોઈ તો શું, પ્રભુ પણ લાચાર બની જાય છે
કોઈને કોઈ વૃતિ આગળ, જગમાં તો સહુ કોઈ લાચાર બની જાય છે
કોઈ સત્તા આગળ, કોઈ તાકાત આગળ, તો કોઈ લાલચ આપવા લાચાર બની જાય છે
મળશે ના જગમાં કોઈ એવો માનવ, જીવનમાં જ્યારે ક્યાંય લાચાર ના બન્યો હોય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)