તન દોલત તો તારી, આવશે ના કામ તને તો ત્યાં જરાય
અરે જીવડા, રાખી રહ્યો છે શાને, એની સાથે ઝાઝી તું સગાઈ
ખાલી હાથે તું આવ્યો, ખાલી હાથે જવાનો, છે જીવનની આ સચ્ચાઈ
હાંકી બડાશ, મેળવ્યું જગમાં તેં ઘણું, ચાલશે ના તારી ત્યાં કોઈ બડાઈ
નથી ત્યાં કોઈ આગતા સ્વાગતા કરવાનું, નથી કાંઈ તું જમડાનો જમાઈ
લખ્યાં લેખ તારા કર્મોના જેવા તેં, જાશે બધા ત્યાં એ તો વંચાઇ
ઠગ્યા હશે જગમાં ભલે તેં અનેકને, જાશે ના પ્રભુ કાંઈ તારાથી ઠગાઈ
કયા તનડાંને ગણીશ તું તારું, અનેક તનડાં, તારાથી ગયા છે લેવાઈ
હેતપ્રીત બાંધી છે એની સાથે આટલી શાને, આવવાનું નથી સાથે એ કાંઈ
જીવન હોય જો શરૂઆત તારી, મોત છે અંજામ એનો, સમજી લેજે આ સદાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)