મળતો નથી કોઈ વાહક મને, કેમ પહોંચાડું પાસે તારી મારા પયગામને
પહોંચાડવો છે પાસે તો તારી, પ્રભુજી રે વહાલા, મારે તો મારા પયગામને
મોકલ્યો જગમાં તેં તો મને, પામવા જગમાં તો, મારા કર્મના અંજામને
પહોંચાડવો છે પયગામ તને તો એટલો, દેજે શક્તિ, સમજી શકું મારા કર્મને
અકળાઈ જાઉં જ્યારે, કહી દઉં તને તો ત્યારે, ઉરે ધરજે ના મારી વાણીને
વાણી મારી સમજી શકશો તો, મોકલજો સંદેશો, સમજી શકું એવી વાણીમાં મને
ચાલી ના ચતુરાઈ મારી પાસે તો તમારી, વાપરશો ના સામે મારી, તમારી ચતુરાઈને
કહીશ જે કાંઈ સમજી ના શકશે બીજું એને, છો તમે તો એવા, સમજશો મારા પયગામને
જીવનમાં દે બીજું ભલે કે નહીં, તારા દર્શનથી જીવનમાં વંચિત ના રાખજે મને
નિત્ય વસજો પ્રભુ તમે મારા હૈયાંમાં, વસીને સદા કર્મો પર નિયંત્રણ રાખીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)