આંખમાંથી તો તારા, મહોબતના જામ છલકાય છે, તારી વાણીમાંથી રેલાતા જાય છે
પ્રભુજી રે વહાલા (2) પીતા પીતા એને રે જીવનમાં, હૈયું તો ના ધરાય છે
અટકે ના ધારા એની, ઝિલાય એટલી ઝીલવી, ના આળસ એમાં કરાય છે
ના કરી શકાય સરખામણી એની, એ તો જ્યાં અનોખીને અનોખી ગણાય છે
કદી ધોધ જેમ લાગે એ વહેતી, કદી એ તો ટપકતીને ટપકતી દેખાય છે
પીતા તો જગ બધું એમાં ભુલાય છે, પીતા ના તૃપ્તિ એમાં તો થાય છે
શું મળશે, શું ના મળશે એમાં, અંદાજ એનો તો કદી ના કરાય છે
અંદાજ એનો તો અનોખો છે, એમાં જગ બધું તો ભૂલી જવાય છે
કરતો ના બંધ આંખ એમાં તો તું તારી, વહેવા છતાં ના એ વહેતી દેખાય છે
પીતા પીતા મળશે નવજીવન તો એમાં, જીવન એમાં તો નવું જણાય છે
આનંદને સુખની છોળો, એમાં તો ઊછળતીને ઊછળતી તો સદાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)