હરેકમાં તો છે આત્મા, વસે છે એમાં તો પરમાત્મા
કરજે સમજીને સહુને નમન, વસે છે જ્યાં એ તો સહુમાં
વસીને સહુમાં, દે છે દર્શન સહુને, કરજે સમજીને દર્શન સહુમાં
જાગ્યો ભેદ જ્યાં હૈયાંમાં, ના મળશે દર્શન ત્યાં સહુમાં
કર્યું અપમાન જ્યાં કોઈનું, જાશે દુભાઈ ત્યાં પરમાત્મા
વસાવવા છે હૈયે જ્યાં પરમાત્મા, વસાવજે હૈયે હરેક આત્મા
દુભવીશ જ્યાં કોઈ આત્મા, જાશે દુભાઈ ત્યાં તો પરમાત્મા
હૈયાંમાં, સંસારમાં, શુભ વ્યવહારમાં વસ્યો છે પરમાત્મા
હરેક ફરજમાં, હરેક વિચારમાં, હરેક મનમાં વસ્યો છે પરમાત્મા
હરેક સમજદારીમાં, હરેક આનંદમાં ખીલી ઊઠે છે પરમાત્મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)