તરછોડયાં જ્યાં તેં સહુને, તિરસ્કાર્યા જગમાં જ્યાં તેં સહુને
તારા કપરા રે કાળમાં, તારી સાથે નથી કોઈ તો ઊભું રહેવાનું
મન ફાવે તેમ જીવનમાં તું વર્ત્યો, મનધાર્યું જીવનમાં રહ્યો તું કરતો - તારા...
વીલે મોઢે તેં કાઢયા, મદદની આશા લઈ, તારા દ્વારે તો જે આવ્યા - તારા...
હોંસથી વાતો કરવા કરવા જે આવ્યા, અર્થના અનર્થ એમાંથી તેં કાઢયા - તારા...
હૈયું કરવા ખાલી જે આવ્યા, સાંત્વનાના બોલ તેને તેમ ના કહ્યા - તારા...
સહુ સહુના સમયે, સહુના સમય પલટાયા, સમય તારા પણ નથી ટકવાના - તારા...
ભાગ્યચક્ર ક્યારે તો બદલાવાના, નથી કોઈ કાંઈ એ તો કહી શકવાના - તારા...
મળ્યા જીવનમાં તને, હાં જી હાં કહેનારા, નથી કોઈ એ તો સાથે ઊભા રહેવાના - તારા...
બદલ જીવનની રીત હવે આજે તારી, સમજ્યા વિના નથી તો કોઈ ટકી શકવાના - તારા..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)