સિતમગર સહી લેશું, બધા સિતમ તારા, હસતા હસતા, ઉફ ના ઉચ્ચારશું
સ્વીકારજે વિનંતિ તું અમારી, દેજે પળભરના પણ દિદાર તો તારા તું
એ પળને યાદગાર પળ બનાવી, સિતમ બધા તારા અમે તો સહી લેશું
કરે ઉપકાર બીજા, તું કરે કે ના કરે, કરજે ઉપકાર, તારા દિદાર તો દેવાનું
કાઢજે ના બહાનું, કરજે ના આળસ, કાઢીને મારા ભાગ્યનું તો બહાનું
છે કાર્યો તારી પાસે તો ઘણા, એમાં તારે તો આ નથી કાંઈ વીસરવાનું
સમજ્યા વિના તને, જાણ્યા વિના તને, મળ્યા વિના તને, નથી કાંઈ ચાલવાનું
હરેક વાતમાં ભાગ્યે લગાડી ભલે વાર, આ વાતમાં વાર નથી લગાડવાનું
છે રસમ જગની તો, મર્યા પછી વાહ વાહ કરવાની, તારે નથી એવું કરવાનું
હોય કે ના હોય હક અમારો, ફરી ફરી યાદ તને તો આ છે કરાવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)