ખયાલોની દુનિયા, રચાવે સપના અનેરા, ખયાલોમાં જ્યાં, તું ને તું આવે છે
મુશ્કરાઈ ઊઠે છે દિલ તો અંતરમાં, યાદ તારી તો જ્યાં ખચાલોમાં આવે છે
પ્રેમને પ્રેમની ધારામાં થાય છે હૈયું ભીનું, જ્યાં ખયાલોથી યાદ તારી ચમકી જાય છે
ખયાલોમાં મનોહર મૂર્તિ તારી નાયે છે, જ્યાં યાદો તારી ખયાલો જગાવે છે
નજરને નજર રહી ફરતી, તને શોધતી, ખયાલોમાં મૂર્તિ તારી તો જ્યાં નાયે છે
છે દુનિયા એવી અનોખી, ખોવાયા જ્યાં એમાં, રોકટોક ના કોઈની એમાં ચાલે છે
પળ પળના દર્શન એમાં તો તારા, નવી નવી કઈંક ઉમ્મિદો એ તો જગાવે છે
ખયાલોની દુનિયામાં જ્યાં આવે ના તું, ખયાલો ખૂબ ત્યારે તો સતાવે છે
ખયાલોને જાગૃતિમાં તો જ્યાં એક ના સ્થપાય, ખયાલ આકાર ત્યાં તો લે છે,
ખયાલોને ખયાલોની દુનિયા જ્યાં જમાવી જાય, જગ બધું ત્યાં તો ભુલાઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)