1996-11-29
1996-11-29
1996-11-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12474
નવી નવી અજમાવીને રીતો, હોય તૂટયા સફળતાના તાંતણા, એને સાંધી લેજે

રહી જાશે તું સફળતાથી દૂર, જગમાં તો તું, પાછળનો પાછળ તો તું રહી જાશે
અસફળતાના તાંતણા જીવનમાં રહેશે જો ઊડતાં, તને સફળતા સાધવાના એ હશે
તેજ સફળતાનું જ્યાં અંતરમાં પથરાઈ જાશે, જીવનને નવું જોમ એ તો દઈ જાશે
ચડી ના જાય નશો સફળતાનો જીવનમાં, જાગૃતિ જીવનમાં સદા એની એ માંગે છે
સફળતાની મંઝિલે પહોંચાડવાનું છે જીવન, એ મંઝિલે જીવનમાં પહોંચવું તો પડશે
સફળતાની મંઝિલ તો સુખ આપી જાશે, એની નિશ્ફળતા તો દુઃખી કરી જાશે
સંધાઈ જાશે જો તારા તૂટેલ એ તાંતણા, કહાની સફળતાની તારી તો ત્યાં લખાઈ જાશે
અહં, ક્રોધ ને ઈર્ષાના તાંતણાને કાપી નાખજે વચ્ચેથી, નડતર ઊભી એ કરી જાશે
પૂરજે જોમ પૂરું તું એ સાંધવામાં, જીવનને એ તો, સફળતાની દિશામાં લઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
navī navī ajamāvīnē rītō, hōya tūṭayā saphalatānā tāṁtaṇā, ēnē sāṁdhī lējē
rahī jāśē tuṁ saphalatāthī dūra, jagamāṁ tō tuṁ, pāchalanō pāchala tō tuṁ rahī jāśē
asaphalatānā tāṁtaṇā jīvanamāṁ rahēśē jō ūḍatāṁ, tanē saphalatā sādhavānā ē haśē
tēja saphalatānuṁ jyāṁ aṁtaramāṁ patharāī jāśē, jīvananē navuṁ jōma ē tō daī jāśē
caḍī nā jāya naśō saphalatānō jīvanamāṁ, jāgr̥ti jīvanamāṁ sadā ēnī ē māṁgē chē
saphalatānī maṁjhilē pahōṁcāḍavānuṁ chē jīvana, ē maṁjhilē jīvanamāṁ pahōṁcavuṁ tō paḍaśē
saphalatānī maṁjhila tō sukha āpī jāśē, ēnī niśphalatā tō duḥkhī karī jāśē
saṁdhāī jāśē jō tārā tūṭēla ē tāṁtaṇā, kahānī saphalatānī tārī tō tyāṁ lakhāī jāśē
ahaṁ, krōdha nē īrṣānā tāṁtaṇānē kāpī nākhajē vaccēthī, naḍatara ūbhī ē karī jāśē
pūrajē jōma pūruṁ tuṁ ē sāṁdhavāmāṁ, jīvananē ē tō, saphalatānī diśāmāṁ laī jāśē
|