લૂંટી ના લેજો, મારી રે તમે હસી ખુશીની, મને મારી દુનિયા જે આજ મળી
નજર નજર મારી તો જ્યાં જ્યાં ફરી, મૂર્તિ પ્રભુની મને એમાં તો દેખાણી
જોઈ હતી મેં રાહ તો જેની, એ ધન્ય ઘડી મને આજ તો મળી
પ્રેમના આંસુ રહે ભલે આજે વહેતા, રોકશો ના એને તમે તો ઘડી બે ઘડી
સમજયાં પ્રભુને તો જીવનમાં, ખોવી નથી મારે જીવનની આપેલી આ ઘડી
ખોટા ખયાલોને ખોટા વિચારો જગાવી, લૂંટી ના લેજો મારી એ આનંદની ઘડી
મહેરબાન થઈ છે જ્યાં મારા પર તો એ ઘડી, લૂંટી ના લેજો મારી એ આનંદની ઘડી
કરશો કોશિશો દેવા તમે તો બીજી ઘડી, કરી ના શકશે બરાબરી એની એ તો ઘડી
ખેંચાવું છે મારે તો એ ઘડીમાં, ખોવી નથી મારે તો એ આનંદની ઘડી
દીધી છે ભેટ મને તો જ્યાં એ પ્રભુએ, ખોવી નથી મારે એ અણમોલ ઘડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)