Hymn No. 6487 | Date: 30-Nov-1996
|
|
Text Size |
 |
 |
1996-11-30
1996-11-30
1996-11-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12476
હસી રહી છે કુદરત, મલકાઈ રહી છે તો કુદરત
હસી રહી છે કુદરત, મલકાઈ રહી છે તો કુદરત જોઈને એના બાળને તો હસતા ને ખેલતાં રડી રહી છે કુદરત, મૂરઝાઈ ગઈ છે તો કુદરત જોઈને એના બાળને રડતાં ને વલોપાત કરતા ઝીલી ઝીલીને, અવાજ તો એના બાળના અંતરના પાડી રહી છે પડઘા એના તો કુદરત સમજાવી સમજાવી કહી રહી છે એના બાળને કુદરત કહી રહી છે કર નજર એકવાર મારી તરફ ખિલખિલાવ્યા છે જગમાં, હસ્તી કાંટાની મિટાવી નથી અહં અસ્તિત્વનો પાઠ શીખવી રહી છે કુદરત રહી છે જોઈ બંનેને એકસરખી, દઈ રહી સરખો ખોરાક તો કુદરત હતી જેવી જેની તાસીર, કર્યું ગ્રહણ એણે એ લૂંટાય એટલો લૂંટજો આનંદ કુદરતમાંથી, કહી રહી છે કુદરત ધરી રહી છે સરખા ખ્યાલ આનંદના સહુને મહેકાવે છે ફૂલો, વહાવે છે ઝરણાં, પૂરા પ્રેમથી કુદરત ધરાય એટલો ઝીલજો પ્રેમ, કહી રહી છે કુદરત
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
હસી રહી છે કુદરત, મલકાઈ રહી છે તો કુદરત
જોઈને એના બાળને તો હસતા ને ખેલતાં
રડી રહી છે કુદરત, મૂરઝાઈ ગઈ છે તો કુદરત
જોઈને એના બાળને રડતાં ને વલોપાત કરતા
ઝીલી ઝીલીને, અવાજ તો એના બાળના અંતરના
પાડી રહી છે પડઘા એના તો કુદરત
સમજાવી સમજાવી કહી રહી છે એના બાળને કુદરત
કહી રહી છે કર નજર એકવાર મારી તરફ
ખિલખિલાવ્યા છે જગમાં, હસ્તી કાંટાની મિટાવી નથી
અહં અસ્તિત્વનો પાઠ શીખવી રહી છે કુદરત
રહી છે જોઈ બંનેને એકસરખી, દઈ રહી સરખો ખોરાક તો કુદરત
હતી જેવી જેની તાસીર, કર્યું ગ્રહણ એણે એ
લૂંટાય એટલો લૂંટજો આનંદ કુદરતમાંથી, કહી રહી છે કુદરત
ધરી રહી છે સરખા ખ્યાલ આનંદના સહુને
મહેકાવે છે ફૂલો, વહાવે છે ઝરણાં, પૂરા પ્રેમથી કુદરત
ધરાય એટલો ઝીલજો પ્રેમ, કહી રહી છે કુદરત
|
|