માંગણીઓ લઈ લઈ આવે છે પ્રભુ, સહુ તો તારી પાસેને પાસે
કહે છે કોઈ તો આવી એને તો રડતાં રડતાં, કહે કોઈ હસતા હસતા
રહે જોઈને સહુને તું તો એકસરખો, કહે ભલે તો, રડતાં રડતાં કે હસતા હસતા
દેશે તું, થોડું કે ઝાઝું, કરશે ફરિયાદ તોયે એ તો, રડતાં રડતાં કે હસતા હસતા
લડે ઝઘડે સંસારમાં તો સહુ કોઈ, કહે તને એ તો રડતાં રડતાં કે હસતા હસતા
ભક્ત આવે, માંગે ના કાંઈ એતો, કરે ના વાત એ રડતાં રડતાં કે હસતા હસતા
રહેવું છે સહુએ જીવનમાં હસતા હસતા, કરે વાત એ રડતાં રડતાં કે હસતા હસતા
જોઈ સંજોગો જીવનમાં, કરવી પડશે વાતો રડતાં રડતાં કે હસતા હસતા
જીવવું છે જીવન, કરવું પડશે કામ જગમાં, કરો રડતાં રડતાં કે હસતા હસતા
હસતું મુખ ગમ્યું તો સહુને, ના રહેજો તમે રડતાં રડતાં, રહેજો તમે હસતા હસતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)