પીળું તો સોનું હોય ને વળી પિત્તળ ભી પીળું હોય
ચડતાં કસોટીએ તો, મૂલ્ય એનાં નોખાં-નોખાં હોય
હીરો તો સદા ચમકે, પડેલ કાચ પણ ચમકે ઘણો
પડતા હાથ ઝવેરીના, પરખ તો ત્યાં સાચી હોય
કોયલ ભી હોય તો કાળી, વળી કાગડા કાળા હોય
વાણી નીકળતાં તો, છૂપે રહે ના એ કોઈ
હંસ તો સફેદ હોય, વળી બગલા ભી સફેદ હોય
દેખાતા તો માછલી, બગલો છૂપે ના રહે કોઈ
ઠગ સાત સજે સાધુનો વેશ, વખતે એ તો ધૈર્ય ખોય
સુખમાં મળશે મિત્રો ઘણા, દુઃખમાં તો ટકે ના કોઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)