Hymn No. 1003 | Date: 21-Sep-1987
|
|
Text Size |
 |
 |
કરી સિંહે સવારી માડી આવજો, આવી નોરતાની રાત રે, આવો રે માડી રંગભર્યા
Kari Singhe Savari Madi Aavaje, Aavi Nortani Raat Re, Aavo Re Madi Rangbharya
નવરાત્રિ (Navratri)
કરી સિંહે સવારી માડી આવજો, આવી નોરતાની રાત રે, આવો રે માડી રંગભર્યા લઈ ત્રિશૂળ તારે હાથ રે, કર પાપીઓનો સંહાર રે, આવો રે માડી રંગભર્યા દર્શન કાજે હૈયું તલસે રે, જોઈ રહ્યા તારી તો વાટ રે, આવો રે માડી રંગભર્યા તારા પુનિત પગલાં પાડજે રે, પાડ તું પગલાં તો આજ રે, આવો રે માડી રંગભર્યા ગયા દિવસ તો ઘણા ખાલી રે, જોજે ખાલી ન જાયે આજ રે, આવો રે માડી રંગભર્યા આવશે જ્યાં અમ આંગણે રે, આનંદ ઉલ્લાસ ફેલાય રે, આવો રે માડી રંગભર્યા વહે તુજ હૈયે તો પ્રેમ ધારા રે, છે તું તો જગજનની માત રે, આવો રે માડી રંગભર્યા મન અમારું રહે ભમતું રે, નાથજે તેને તું આજ રે, આવો રે માડી રંગભર્યા અમે તો તારા બાળ છીએ, છે તું તો અમારી માત રે, આવો રે માડી રંગભર્યા આવજે આવજે તું આજ રે, રહેજે સદાયે તું સાથ રે, આવો રે માડી રંગભર્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|