એક-એક ભળતા રે, તો અનેક થઈ જાય
અનેકમાંથી એક-એક જાતાં, અંતે શૂન્ય રહી જાય
વિચારો ને વિકારો ભળતાં, સૃષ્ટિ માયાની રચાય
એક-એક વિચાર ને વિકાર હટતાં, શુદ્ધ રૂપ થવાય
તણખે-તણખા થાતા ભેગા, અગ્નિ પ્રગટ થાય
અવગણના એની ના કરશો, એ તો જલાવી જાય
ઝરણેઝરણાં થાતાં ભેગાં, નદી બની જાય
કંઈક મોટી ચીજને પણ, એમાં તાણી જાય
વૃત્તિ તારી રાખ ના વહેંચી, કેંદ્રિત કરજે સદાય
ધાર્યાં કામ તો પાર પડશે, બનશે કેંદ્રિત જ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)