Hymn No. 1009 | Date: 26-Sep-1987
|
|
Text Size |
 |
 |
છતી આંખે તો સહુ કૂવામાં પડતાં, છે આંધળાં તો જગમાં નર ને નારી રે કર્મો તો સહુ જગમાં કરતા રહીને, મળતા ફળ તો માઠા, ખૂબ પસ્તાતા રે દયા ધરમ તો, સગવડે વીસરી જાતાં, સ્વાર્થ એનાં જ્યાં ટકરાતાં રે કાપવા માયાના બંધન, તો જગમાં આવ્યા, રહ્યા માયામાં તો સદા બંધાઈ રે વાટે વાટે રહ્યા વિકારોથી તો પીડાઈ, રહ્યા તોયે વિકારોમાં રચ્યાપચ્યા રે પ્રભુને ગોતવા, વાતો તો ખૂબ કરતા, અંતે, માયા પાછળ દોડી જાતાં રે અનુભવો તો જીવનમાં જોઈને પણ, આંખ એમની તો ના ખૂલતી રે વિશ્વાસે તો સદા પ્રભુજી રીઝતા, જીવનમાં વિશ્વાસઘાતી બનતાં રે વાંચી પુરાણો ને શાસ્ત્રોના ખૂબ થોથાં, રહેતા તોયે જીવનમાં કોરાં ને કોરાં રે શાંતિ કાજે અહીં તહીં તો ખૂબ ઘૂમતાં, ભર્યો રહે હૈયે શાંતિનો ભંડાર રે બહાર તો સદા મૂર્તિ છે પ્રભુની સ્થાપી, રહે હૈયાના આસન સદા ખાલી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|