Hymn No. 4625 | Date: 08-Apr-1993
|
|
Text Size |
 |
 |
કોમળતા જે હૈયાંને કોમળ ના બનાવી શકે, એ હૈયાંની કઠોરતા તો કેવી હશે ગંગા પણ જે હૈયાંને પવિત્ર ના કરી શકે, એ હૈયું પાપથી ભરેલું તો કેવું હશે હિમાલયની શીતળતા, જે હૈયાંને શીતળ ના કરી શકે, એ હૈયાંમાં દાહક્તા કેટલી હશે ધરતીનું હૈયું જેના કાજે ના ઊછળી શકે, એ હૈયાંમાં ભાર તો કેવાં ભર્યાં હશે જે હૈયાંની પ્રેમની ભરતી, સમુદ્રની ભરતીને ઝાંખી પાડે, એ હૈયાંમાં પ્રેમ તો કેવો હશે સહનશીલતામાં પણ સુગંધ જેની વહેતી રહે, એ હૈયાંની સહનશીલતા તો કેવી હશે જે હૈયાંના ઊંડાણના તળિયાં ના જડે, એ હૈયાંના ઊંડાણ તો જીવનમાં કેવાં હશે જે નજરના બાણો હૈયાંને તો વીંધી શકે, એ નજરની વેધકના તો કેવી હશે જે પ્રેમના પુષ્પોની સુગંધ તો મહેકી ઊઠે, એ હૈયાંનો પ્રેમ તો કેવો હશે દુઃખ દર્દને જે એક ઝટકે તો કાપી શકે, જીવનમાં તો એ ઘા તો કેવા હશે જે અજવાળાની પાસે અંધકાર તો પ્રવેશી ના શકે, એ અજવાળું તો કેવું હશે ભાન ભૂલીને તો જીવનમાં જે ભાન જાગે, એ ભાન તો જીવનમાં કેવા હશે સહજપણામાં ધ્યાનની સરિતા જેની વહે, એ ધ્યાનની તો ધારા તો કેવી હશે જોઈ પ્રભુ તારી વિવિધ ધારા તો જીવનમાં, એ ધારા વહાવનાર પ્રભુ તો કેવાં હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|