Hymn No. 1011 | Date: 30-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-30
1987-09-30
1987-09-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12500
છે `મા' તું તો કેવી શક્તિ, વ્યાપી સઘળે તોયે દેખાતી નથી
છે `મા' તું તો કેવી શક્તિ, વ્યાપી સઘળે તોયે દેખાતી નથી કરતી રહી સહાય તો સહુને, તોયે તું તો સમજાતી નથી પોકારતાં તો તું વહારે ચડતી, દૂર તો તું રહેતી નથી તેજે તેજે તો તું રેલાઈ રહી, તોયે જગમાં તું તો જડતી નથી સાન તો સહુની ઠેકાણે લાવે, તોયે ક્રોધ તો તું કરતી નથી દયા સહુ પર તો વરસાવી રહી, ના સમજને એ દેખાતી નથી પ્રેમે પ્રેમે તો નવરાવે સહુને, તારા પ્રેમમાં તો કમી નથી પાપીઓને પણ ગળે લગાવે, ભેદભાવ તો દેખાતો નથી કર્મો કેરી લાકડીએ મારે, લાકડી તારી તો દેખાતી નથી કાળે કાળે સળગાવે સહુને, જ્વાળા એની તો દેખાતી નથી
https://www.youtube.com/watch?v=1XXCbao1RqU
Satguru Shri Devendra Ghia (Kaka)
છે `મા' તું તો કેવી શક્તિ, વ્યાપી સઘળે તોયે દેખાતી નથી કરતી રહી સહાય તો સહુને, તોયે તું તો સમજાતી નથી પોકારતાં તો તું વહારે ચડતી, દૂર તો તું રહેતી નથી તેજે તેજે તો તું રેલાઈ રહી, તોયે જગમાં તું તો જડતી નથી સાન તો સહુની ઠેકાણે લાવે, તોયે ક્રોધ તો તું કરતી નથી દયા સહુ પર તો વરસાવી રહી, ના સમજને એ દેખાતી નથી પ્રેમે પ્રેમે તો નવરાવે સહુને, તારા પ્રેમમાં તો કમી નથી પાપીઓને પણ ગળે લગાવે, ભેદભાવ તો દેખાતો નથી કર્મો કેરી લાકડીએ મારે, લાકડી તારી તો દેખાતી નથી કાળે કાળે સળગાવે સહુને, જ્વાળા એની તો દેખાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che 'maa' tu to kevi shakti, vyapi saghale toye dekhati nathi
karti rahi sahaay to sahune, toye tu to samajati nathi
pokaratam to tu vahare chadati, dur to tu raheti nathi
teje teje to tu relai rahi, toye jag maa tu to jadati nathi
sana to sahuni thekane lave, toye krodh to tu karti nathi
daya sahu paar to varasavi rahi, na samajane e dekhati nathi
preme preme to navarave sahune, taara prem maa to kai nathi
papione pan gale lagave, bhedabhava to dekhato nathi
karmo keri lakadie mare, lakadi taari to dekhati nathi
kale kale salagave sahune, jvala eni to dekhati nathi
Explanation in English
In his customary style of conversation with Divine Mother, He is introspecting,
He is saying...
O Divine Mother, you are an energy, that has spread everywhere, still cannot be seen.
O Divine Mother, you have been helping everyone, still cannot be understood.
Upon calling, you immediately come to help, you are not staying that far away.
You radiance is flowing everywhere, still you cannot be found anywhere in the world.
You bring everyone back to their senses, still you never get angry.
You are showering compassion on everyone, unfortunately, the ignorant doesn’t understand.
You bless everyone with your love, there is no limit to your love, such is your infinite love.
You embrace even the sinners, there is no discrimination in your heart.
You hit with the stick of Karma (Law of cause and effect), still that stick is not seen.
Time and time again, you teach lesson to everyone by putting them on fire (test), still the flame of this fire is not seen.
Kaka (Satguru Devendra Ghia) is introspecting that Divine Mother is a Mother in true sense. She loves her children immensely, and also teaches them lesson when required. She is compassionate and also disciplinarian. She is forgiving and also non forgiving. Her love is eternal. Her caring is eternal. Her grace is eternal.
|