Hymn No. 1038 | Date: 28-Oct-1987
|
|
Text Size |
 |
 |
મારું તારું ના હટયું, હૈયું લોભે ડૂબી રહ્યું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું હૈયું અસંતોષે જળી રહ્યું, હૈયું કામનાથી વીંટાઈ રહ્યું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું વૈર હૈયે વળગી રહ્યું, પ્રેમથી તો એ વંચિત રહ્યું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું અહમે હૈયું ભર્યું રહ્યું, સાનભાન તો ભૂલી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું ક્રોધે ક્રોધે હૈયું સળગી રહ્યું, સારાસાર એ ભૂલી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું ઇર્ષ્યામાં હૈયું બળી ગયું, શુભ વિચાર ત્યજી રહ્યું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું લાલસાએ હૈયું તડપી રહ્યું, ધીરજને એ વીસરી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું કામમાં હૈયું ડૂબી ગયું, વિવેક એમાં વીસરી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું મોહથી હૈયું વીંટાઈ ગયું, બીજું બધું ભૂલી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું હૈયું દુઃખમાં ડૂબી ગયું, નામ પ્રભુનું ચૂકી ગયું મન ત્યાં તો ચકરાવે ચડયું, શાંતિ હૈયાની હરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|