પુણ્યપંથે પરવરતા, સંયમની દોર જો છૂટી ગઈ
ગર્તામાં એ દેશે ધકેલી, મહેનત પર પાણી ફેરવી દઈ
વારે-વારે ઉપર ઊઠી, સદાય જાશે જો તું ગબડી
મંઝિલ રહેશે દૂર તુજથી, ધીરજની દોરી જો તૂટી ગઈ
આજુબાજુ ના તું જોજે, લક્ષ્ય નજરમાં રાખી લઈ
વધતો જાજે તું તો આગળ, મૂડી હિંમતની સાથે લઈ
ડરજે ના તું અન્યથી, ડરજે તું તારાં ડગલાંથી
આડાંઅવળાં ના પડે, પાડજે એને જોઈ-જોઈ
કૂદે કે ચાલે, વિશ્વાસે તો પગલાં સદાય પાડજે
છોડી મારું-તારું, ચાલજે જગને તારું કરી લઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)