શું કરું, શું ના કરું, લઈ ના શકે નિર્ણય જીવનમાં તો જ્યાં હૈયું
પ્રભુ હૈયું રે મારું, શરણું તારું ચાહે છે, શરણું તારું ચાહે છે
મૂંઝાઈ જાય છે જીવનમાં રે હૈયું, સમજી શક્તું નથી શું સાચું કે ખોટું
નિરાશાઓને નિરાશાઓની વેદી ઉપર જલતું રહે છે જ્યાં મારું હૈયું
સંજોગોને સંજોગોમાં, બહેર મારી ગઈ મારી બુદ્ધિ, ઝંખી રહ્યું છે તને મારું હૈયું
ઘેરાઈ ગઈ છે ચારે દિશા અંધકારથી, સૂઝતી નથી દિશા જવાની, ઝંખે મારું રે હૈયું
વિચારોને વિચારો પર લાગી ગયા તાળા, વિચારી ના શક્યું ત્યારે મારું રે હૈયું
ખાઈ ખાઈ માર જીવનમાં, આવી ગયું સહનશીલતાનું તળિયું, ઝંખી રહ્યું મારું રે હૈયું
અન્યના સ્વભાવ દોષના ભોગે, વગર કારણે વાતે વાતે થાય પીડા, ઝંખી રહ્યંષ રે મારું રે હૈયું
સહન ના થઈ શક્યો વિરહ તારો રે પ્રભુ, સતાવી રહી યાદો તારી, ઝંખી રહ્યું મારું રે હૈયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)