Hymn No. 1070 | Date: 21-Nov-1987
|
|
Text Size |
 |
 |
આફતોની લંગાર મા, અમ પર ઝૂલી રહી છે વરસાવી કૃપા તારી, ખતમ તો એને કરી દે નિરાશાની હોળી મા, સળગી રહી છે હૈયે વરસાવી કૃપા તારી, આશાથી ભરી દે એને સંસાર તાપે તપીને, સૂકું બન્યું છે તો હૈયું વરસાવી કૃપા તારી, ભીંજવી દે તું એને પ્રેમે કામ ને ક્રોધ પર, કાબૂ છૂટી તો ગયો છે વરસાવી કૃપા તારી, કાબૂમાં એને લાવી દે લોભે, લાલચે તો મા, ભમી ગયું છે હૈયું વરસાવી કૃપા તારી, એને શાંત તો કરી દે મન અહીં તહીં તો મા, સદા ભટકી રહ્યું છે વરસાવી કૃપા તારી મા, સ્થિર એને કરી દે જનમ જનમ, તો મા, સદા મળતા રહ્યા છે વરસાવી કૃપા તારી મા, અટકાવી દે તો એને ધિક્કારોથી તો હૈયું મા, સદા ભર્યું રહે છે વરસાવી કૃપા તારી મા, સુપાત્ર બનાવી દે દર્શન તારા સદા મા, ઝંખી રહ્યું છે હૈયું વરસાવી કૃપા તારી મા, ઝંખના પૂરી કરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|