વિકારોના કાદવ નીચે, ધીરે-ધીરે દબાતો ગયો
કીધી કોશિશ બહુ, પણ ઊંડો-ઊંડો ઊતરતો ગયો
પડતા લાલસાનું પાણી, બહુ ખરડાતો ગયો
ભૂમિ બની તો લપસણી, સદા સરકતો ગયો
દીઠા ડૂબેલા એવા અનેક, અનેકોમાંનો બની ગયો
પડતી રહી ખૂબ મજા, વિચાર બીજા ભૂલી ગયો
ગતિ ધીરે-ધીરે ગઈ રૂંધાઈ, અસહાય બનતો ગયો
ગળાડૂબ તો ડૂબી ગયો, અશ્રુ તો વહાવી રહ્યો
કૃપા થાતા ‘મા’ ની, સમજણનો સૂરજ ઊગી ગયો
વિકારો ગયા સુકાઈ, બહાર નીકળતો તો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)