Hymn No. 1077 | Date: 26-Nov-1987
|
|
Text Size |
 |
 |
અતિઉત્સાહમાં સરી ગયા, ન કરવાનું કરી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો ભડકી ગયા, ગજા બહાર તો કરી ગયા, થાકીને બેસી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો... વાદે વાદે ચડી ગયા, ભાન ત્યાં તો ભૂલી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો... બડાશ ખોટી હાંકી ગયા, કરતા પૂરું થાકી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો... વગર વિચારે કૂદી પડયા, પાછા પગલાં ભરી ના શક્યા, આવ્યા પરિણામ, ત્યાં તો... મળ્યા મોકા ચૂકી ગયા, મોકા બીજા ના મળ્યાં, આવ્યા પરિણામ, ત્યાં તો... નાથવું મનને ભૂલી ગયા, મન સાથે તો સરી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો... લોભે લોભે કરી ગયા, ન કરવાનું કરી ગયા, આવ્યા પરિણામ, ત્યાં તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|