સુખી નથી તોય સુખી લાગે, જાગે તું તો સદાય - રે માડી
રહે તું તો સર્વ ઠેકાણે, તોય તુજથી અંતર લાગે - રે માડી
પળે-પળે તું તો યાદ આવે, હૈયું આફતોથી જ્યાં ઘેરાયે - રે માડી
ખુલ્લી આંખે ના દેખાયે, પડળ માયાનાં આંખે લાગે - રે માડી
દુઃખે તો સહુ યાદ કરતા, બાકી તું તો વિસરાયે - રે માડી
રડતાં-રડતાં ભી જે કોઈ આવે, સહુને ગળે તો લગાવે - રે માડી
જીવનમાં પવિત્રતાની સુગંધ આવે, ત્યાં તું તો દોડી જાયે - રે માડી
ખુશ થાયે માડી જ્યારે તું તો, માથે હાથ સ્થાપે - રે માડી
ક્રૂર નથી પણ ક્રૂર તું લાગે, કર્મના સપાટા જ્યાં મારે - રે માડી
ફૂલથી પણ કોમળ છે હૈયું તારું, તોય કઠોર તો દેખાયે - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)