જરૂર, જરૂર, જરૂર તારો જય થાશે (2)
અનંતકોટિ બ્રહ્માંડના રે સ્વામી, જ્યાં તારી સાથમાં તો રહેશે
પાસા જીવનમાં રે તું નાંખતો રહેશે, અવળાના પણ સવળા થાશે
મનમાં પડેલી શંકાની રે ગાંઠો, જીવનમાં છૂટતીને છૂટતી જાશે
જીવનમાં જીવનના તોફાનોમાં, ઊભા રહેલાને શક્તિ મળતી જાશે
દુઃખદર્દ ને દુખિયારા, જીવનમાં તો પાસે પણ ના ફરકશે
જીવનમાં જીવનનું ઝેર પણ, અમૃતમાં પલટાતુંને પલટાતું જાશે
પ્રેમની મૂર્તિ પ્રભુ પણ, તારા પ્રેમમાં તો પીગળવા લાગશે
જગના અંધારા ના તને સતાવશે, અંતરમાં અજવાળા જ્યાં પથરાશે
ભાગ્ય વિધાતાના હાથ પડશે હેઠા, જીવનમાં એ પણ હારી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)