કોઈ મંઝિલ લાગે પાસે, કોઈ મંઝિલ લાગે દૂર
કરતા યત્નો સાચા, દૂર મંઝિલ તો આવે પાસે જરૂર
દઈ દિશા સાચી યત્નોને, રહેજે યત્નોમાં સદા મશગૂલ
હશે મંઝિલ ભી જે દૂર, આવશે પાસે એ તો જરૂર
ના નિરાશા ભરજે હૈયે, યત્નો કરજે ઉમંગે જરૂર
એક દિન પહોંચીશ મંઝિલ પાસે, કે મંઝિલ આવશે પાસે જરૂર
વારેઘડીએ બદલી ના કરતો, મંઝિલ રાખજે સ્થિર જરૂર
યત્નોમાં ના કરતો કચાશ, પહોંચીશ મંઝિલે જરૂર
સર કરી એક મંઝિલ, કરજે સર બીજી મંઝિલ જરૂર
અંતિમ મંઝિલ મળ્યા પછી, ના રહેશે બીજી મંઝિલની જરૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)