સંસારી વ્યવહારો સાચવવા, માનવ કરે સદા દોડધામ
જગજનની સાથેનો, માનવી રહે ભૂલી વ્યવહારો તમામ
રાત-દિન વિચારતો રહે, સાચવવા સંસારી વ્યવહાર
સાચવવા વ્યવહાર ‘મા’ નો, કદી ના કરે વિચાર
ભૂલે સંસારી વ્યવહાર, કરે હૈયે એનો બહુ ઉચાટ
ભૂલે વ્યવહાર જ્યાં ‘મા’ નો, ઉપેક્ષા કરે એની સદાય
ધોરણો રાખી લે જુદાં-જુદાં, માનવી રહે પસ્તાય
તોય આંખ એની ના ઊઘડે, મૂંઝાતો રહે એ સદાય
જગ સાથેના ને ‘મા’ સાથેના, વ્યવહાર જ્યાં એક થાય
અંતરાયો ત્યાં તો જાયે હટી, ઉપાધિ નષ્ટ તો થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)