પંચભૂતનાં પૂતળાંમાં ‘મા’ એ પ્રાણ પૂરી, જગમાં એને રમતાં રાખ્યાં
અણદીઠ દોરી રાખી હાથમાં, ભવસાગરમાં તરતાં મૂક્યાં
અહમે અહમે નાચ નચાવી, જગમાં તો રમતાં રાખ્યાં
ત્રિવિધ તાપે તાપ તપાવી, મોહમાં એને ડુબાવી દીધાં
વિકારોથી ખૂબ બાંધી, પ્રગતિમાં એને રોકી લીધાં
સંયમની દોરી દીધી હાથમાં, પાર એમાંથી તો ઊતરવા
નાશવંત પૂતળાંને, દોરી સંબંધની તો એવી બાંધી
તોડવી દોરી બની આકરી, ખૂબ એનાથી બંધાતાં રહ્યાં
અદીઠ એવી એની દૃષ્ટિમાંથી, કોઈ ક્યાંય ના છટક્યાં
થાકી, ફેરવી દૃષ્ટિ તારી તરફ, બહાર તો એને કાઢ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)