વિચારોમાં ચડી જ્યાં, ‘મા’ અનંત શક્તિ તારી
મૂંઝાઈ ગઈ તો માડી, ત્યાં તો રે મતિ મારી
બૂંદે-બૂંદમાં તો વહી રહી છે, ‘મા’ શક્તિ તારી
જગ કારણે તો વહાવી રહી છે, ‘મા’ તું કલ્યાણકારી
ન ઝિલાયે ચર્મ ચક્ષુમાં, વ્યાપક શક્તિ તારી
પૂર્ણ તેજે પૂર્ણરૂપે, ભરી છે તો સૃષ્ટિ સારી
વિવિધ રંગે ને રૂપે, પ્રગટે છે જ્યોત તો તારી
જગના કણેકણમાં, વહી રહી છે શક્તિ તારી કલ્યાણકારી
અભેદ એવી તારી સૃષ્ટિમાં, દીસે છે ભેદ ભારી
કસોટીની શિક્ષામાં પણ, ભરી છે તો કરુણા તારી
તોડી દે ‘મા’ આજે, મારા હૈયાની દીવાલ સારી
વહાવી દે વિશેષ ‘મા’, તારી શક્તિ તો હિતકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)