એક બૂંદમાંથી કિરણો પ્રગટ્યાં, વધતાં આગળ જુદાં થયાં
જાતાં આગળ અંતર વધ્યાં, જુદાં એ તો દેખાઈ રહ્યાં
સહુ-સહુને સાચા સમજી રહ્યા, ખોટા બીજાને માની રહ્યા
સહુનું મૂળ છે એક, એ તો સહુ વિસરતા ગયા
અલગતાએ કબજા લીધા, સહુ અલગ તો માની રહ્યા
સાચું-ખોટું ભૂલતા રહ્યા, પોતાને સાચા માની રહ્યા
નાચ જુદાઈના ચાલુ રહ્યા, નાચી એમાં થાકી ગયા
અંતે અંતરમાં ઊતરતા ગયા, સહુને એક નિરખી રહ્યા
વળતા પાછા પહોંચ્યા, મૂળે એક તો ત્યાં થઈ ગયા
ભાવ જુદાઈના છૂટી ગયા, સહુ એકરૂપ બની ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)