પ્રેમના ભાવો હૈયેથી તારા સદાય વહેવા દેજે
નાહીને સદાય એમાં, એમાં સહુને નવરાવી દેજે
ક્રોધના ભાવો જાગે હૈયે, તરત એને સમાવી દેજે
વાસનાઓને તો હૈયેથી તું હટાવી દેજે
કૂડકપટને હૈયે તો, સ્થિર ના થવા દેજે
આળસને તો હૈયે, કદી વસવા ના દેજે
ઈર્ષ્યાથી દૂર રહી, લાલચે હૈયું ના તણાવા દેજે
મોહભર્યા આ જગમાં, માયાને કાબૂ લેવા ના દેજે
અહંથી તો દૂર રહી, અહંને પાસે આવવા ના દેજે
સદ્દગુણો હૈયે ભરપૂર ભરીને, એને મજબૂત બનાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)