એક સંકલ્પે સૃષ્ટિ રચી, પૂર્યા એમાં તો પ્રાણ
રે માડી તારો પ્રગટ પરચો, એમાં તો દેખાય
એક બૂંદમાંથી તો કાયા સરજી, નોખનોખી દેખાય - રે...
અદીઠ એવા મનમાં તો ભરી, શક્તિ તેં અપાર - રે...
અણુ-અણુમાં ચેતન ભરી, કર્યો ચેતનવંતો સંસાર - રે...
નભમાં અગણિત તારા રાખ્યા, ફરતા કોઈ-કોઈથી ના અથડાય - રે...
સમુદ્રમાં તો જળ ભર્યું, ભર્યો અખૂટ ભંડાર - રે...
પ્રેમથી તો સહુને બાંધ્યા, દોરી એની ના દેખાય - રે...
અહં તો સહુમાં એવો ભર્યો, ભાર એનો ના દેખાય - રે...
વહેતા વાયુ વીંઝણાં વીંઝે, હાથ તારો ના દેખાય - રે...
બુદ્ધિ દીધી ઘણી માનવને, રહ્યા એમાં એ મૂંઝાય - રે...
રહેતી સદાય તું તો પાસે, તોય ક્યાંયે ના દેખાય - રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)