દીવડો તો પ્રકાશીને, દે છે સહુને તો અજવાળું
તોય સદાય જોવા મળે, દીવડા નીચે તો અંધારું
વિશાળ વડલો આશ્રય દે, તાપ-વરસાદે બચવાનું
તોય એની નીચે, ના કદી ફૂલ-ઝાડ તો ખીલવાનું
કાષ્ટની હોડી કામ કરે સહી, તરીને તારવાનું
વજન અસહ્ય વધતાં એમાં, એ ડૂબે અને ડુબાડવાનું
જલતો અગ્નિ જલતો રહી, જલે અને જલાવવાનું
તાપ એ તો ખૂબ તપીને, તપે અને તપાવવાનું
વાંચી થોથાં જ્ઞાનનાં બહુ, જગનું જ્ઞાન મળવાનું
તોય ક્યાંથી આવ્યા, ક્યાં જાવાના, એ તો ના સમજાવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)