Hymn No. 4626 | Date: 09-Apr-1993
|
|
Text Size |
 |
 |
હું તો હવે રે ક્યાં જાઉં, જીવનમાં રે, હવે રે હું તો ક્યાં જાઉં ક્યાં જાઉં રે, હું તો ક્યાં જાઉં, હવે રે હું તો ક્યાં જાઉં ઊંચકી ઊંચકી કંઈક ભાર જીવનમાં, જીવનમાંથી રે, હવે હું તો ક્યાં જાઉં ખૂબ ફર્યો ઊંચકી રે એને, સોંપી એને રે જીવનમાં,હવે રે હું તો ક્યાં જાઉં ઉપાડનાર મળતાં નથી રે એના જીવનમાં, સોંપી એ તો કોને, હવે રે હું તો ક્યાં જાઉં સુખદુઃખના ઊંચક્યા ખૂબ ભાર જીવનમાં, સોંપી રે હવે એને, હવે રે હું તો ક્યાં જાઉં ચડયા ખૂબ ભાર ચિંતાના તો હૈયાંમાં, મળ્યા મળ્યા ના ઊંચકનાર તો એના રે ઊંચક્યા ભાર ભાગ્યના ખૂબ જીવનમાં, સોંપી શકું એને રે કોને ઊંચક્યા ખૂબ ભાર વિકારોના તો જીવનમાં, મળતાં નથી રે એના ઊંચકનારા રે મમત્વના ઊંચક્યા ખૂબ ભાર જીવનમાં, સોંપી એ તો કોને, ક્યાં હવે રે હું તો જાઉં ઊંચક્યા અહં અભિમાનના ખૂબ ભાર જીવનમાં, મૂકવા હવે ક્યાં એને, હવે રે હું તો દેખાતું નથી સ્થાન પ્રભુના ચરણ વિના, જાવું છે પ્રભુના હવે તો ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|