પ્રવાહ તો કાળનો રહે વહેતો, રોક્યો ના રોકાય
તાણી જાય એ સર્વને, રાખે ન એ ભેદભાવ જરાય
જુએ ના એ મોટું કે નાનું, જુએ ના એ ગોરું કે કાળું
સમયે એ તો તાણી જાશે, ના બચાશે એમાં જરાય
જાણે સહુ આવશે દિન એ, રહે સહુ ગાફેલ એમાં સદાય
થાતાં સમય પૂરો, જોશે ના રાહ, ઝડપી લેશે એ ત્યાં
શાંત ચિત્તે કે વ્યગ્ર ચિત્તે, પડશે ભેટવું તો એને
શરૂથી થઈ જા તૈયાર, ના વિતાવ સમય લગાર
અવતારી પણ રહ્યા નહીં, ના રહ્યા નિયમ બહાર
રડતા ભેટીશ, હસતા ભેટીશ, છે એ તારે હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)