Hymn No. 1115 | Date: 01-Jan-1988
|
|
Text Size |
 |
 |
હાલ રે હાલ રે મનવા, જાવું છે આજે `મા' ને ધામ
Haal Re Haal Re Manva, Javu Che Aaje Ma Ne Dham
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
હાલ રે હાલ રે મનવા, જાવું છે આજે `મા' ને ધામ ભટકવું આજે, જાજે તું ભૂલી, જાજે ભૂલી બધું તમામ સુંદર સોહામણું, મંદિર છે એનું, ફરફરે ઉપર ધજા જગને ખૂણે ખૂણેથી બાળ આવે, આવે `મા' ની પાસ સિંહે સવારી મૂર્તિ છે એની, વળી ત્રિશૂલ છે એને હાથ વરદ હસ્તે આશિષ દેતા, બોલાવે સહુને એની પાસ કરુણા નયનોથી સદા વરસતી, મુખ પર હાસ્ય સદાય મુખ પર ભાવ એવાં નિતરતા, મનડું ત્યાં ચોંટી જાય દૃષ્ટિ એના પર પડતાં, ચેતનવંતા બને અણુ તમામ જગ સારું ત્યાં વિસરાયે, જગ સારું એમાં તો સમાય મૂંગી મૂંગી રહે એ તો ઊભી, નિહાળે એ તો સદાય કીધા વગર, કહી બહુ નાખે, રાખે સંશય એ તણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|